Danvir Dansangbha Rathvi
Studio Gujju 🌞 નાડોદા રાજપુત 🌞 (દાનવીર રામસંગભા રથવી ) વઢિયારની ધરતી ઈતો સંત અને દાતાર શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે,દાતાર, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે . "નામ રહનતા ઠાકરાં,નાણાં નહી રહંત કિતીૅ કેરાં કોટડા ,પાડયા નહી પડંત " ... પૈસા તો આજે છે ને કાલે ન પણ હોય. પણ દુનીયા માં કરેલા કીર્તી તણા કામ પછી તે બેન દીકરયુ માટે શહીદી ઓરી હોય કે ધર્મ માટે ગવતરી માટેકે જ્યા દાતારી થઈ હોય..આ હંમેશા યાદ રહે છે.બધુ જતુ રહે પણ માણસ ની ખુમારી અને માણસઈ હંમેશા યાદ રહી જાય છે..... પહેરણ ધોતીને પાઘડી, મુંછો નો રૂડો મટ; પડછંદ પુરુષો પાકતા, વઢિયાર ધરાનો વટ. આપડે જેમ આગળ વાત કરી દાનવીર કરમસિંહ રથવી.. "તું દિયણ દાતાર , મોટા મનનો માનવી રખવટ રાખણ હાર,કરમી નર તું કરમસિંહ" ઐજ ગામના વીર દાનવીર રામસંગભા રથવી જેવોયે આજથી 200 વર્ષ પહેલા મોટી ચંદુર ગામે મેડી બંધાવી તે વખતે વઢિયાર મા મેડી ઓછી જોવા મલતી . મેડી બંધાવી ને વાસ્તુપુજન અને ગૃહપ્રવેશ માટે બોલાવ્યા હતા . બારોટ...