ખેગારભા સિંધવ ખોલડિયાદ

નાડોદા રાજપૂત🚩
સત્યઘટ્ના-૧૯૧૮
વાર્તા લેખન/ સંશોધન અને ફોટો- શંકરસિંહ સિંધવ [લોક સાહિત્યકાર]
૧૯૧૮ માં ધાંગધ્રા ના ધણી હતા ઠાકોર અજીતસિંહ ઝાલા
ઝાલા અજીતસિંહ ના રાજમાં હા જી હા કરનારા હજુરીયાનો કોઈ તોટો નહોતો.
શુરવીર અને વિદ્વાન ઠાકોર અજીતસિંહના મનમાં એકવાર વિચાર આવ્યો કે,સાચા ખોટા ના પારખા કરવા જોઈએ.
એકવાર રાજમહેલના ઝરુખામા બધા હજુરીયાને ઠાકોરે બોલાવ્યા.આ બધા હજુરીયાની સાથે હતા એક સત્યવક્તા સિંધવ શાખના રાજપુત ખેંગારભા.
રાજપુતાઈ જેમના રુંવાડે-રુંવાડે વ્યાપેલ છે,સત નુ તેજ ભાલે ભભકી રહ્યુ છે,બુઢા રાજપુતની પુરી પાંચ હાથની કાયા છે.કસ-કસ તુ કેડીયુ ,ચોરણો અને માથે રાજપુતી પાઘ પહેરી છે.બુઢો રાજપુત કોઈ જુવાનને શરમાવે એવી રીતે કટ-કટ કરતો રાજ મહેલના પગથીયા ચડ્યો.
રાજમહેલના ઝરુખામાં ગોકીરો ચાલી રહ્યો છે.
ઠાકોર અજીતસિંહ આંખે નેજવા કરીને કેશવાડાનો ડુંગર જોઈ રહ્યા છે અને હજુરીયાને કહી રહ્યા છે કે,મને અહીંથી કેશવાડોનો ડુંગર દેખાઈ રહ્યો છે.ત્યાં એક હજુરીયા એ કહ્યુ હા .. હો... બાપુ મને ય જણાય છે.ત્યાં બીજૂ હજુરીયો બોલ્યો હા બાપુ ડુંગર ઉપર એક ગા પણ દેખાય છે.
એક પછી એક હજુરીયા બાપુની હા માં હા ભણી રહ્યા હતા અને ઠાકોર અજીતસિંહ એક પછી એકને બાજુમાં નજરથી નોખા તારવી રહ્યા હતા.
કારાણ........ કેશવાડાનો ડુંગર ધાંગધ્રા થી દેખાય નહી... પણ આજ ઠાકોર પારખાં કરી રહ્યા હતા.
ઝરુખામાં ચાલી રહેલા આ તમામ દ્રશ્યને દુર ઉભા-ઉભા ખેંગારભા સિંધવ નિહાળી રહ્યા હતા,એવામાં ઠાકોરે ખેંગારભાને હાકલ કરી,કે ભા આવોને તમને ડુંગર નથી દેખાતો ?
ખેંગારભા ઉઠયા ઠાકોરની બાજુમાં આવીને ઉભા રહ્યા અને કહ્યુ.... ના ...બાપુ મને કેશવાડાનો ડુંગર નથી દેખાતો........
ત્યાં તો એક હજુરીયો વરચે બોલી ઉઠ્યો ...બાપુને દેખાય... અમને દેખાય ...અને ભા... તમને કાં ના દેખાય...
ઠાકોરે કહ્યુ ...બરાબર જુઓ ભા...... ડુંગર દેખાશે...
ના ..હો.. બાપુ મને નથી દેખાતો કદાચ..ઉંમર આંબી ગઈ છે બાપુ અને આંખોના તેજ ઘટયા હોય એમ બને પણ બાપુ .. ........ કેશવાડાનો ડુંગર ધાંગધ્રા થી દેખાય નહી...આ.. હજુરીયા તમારી હા મા... હા ભણે છે.. હુ રાજપુત છુ મુ થી ખોટુ નો બોલાય.. બાપુ.. રાજનો પટો તમ કહો તો અબ ઘડી ઉતારી દઉં .. પણ..તમારી ખોટી વાતમાં હું ખેંગારભા હા નહી ભણુ..
ત્યાં તો ધાંગધ્રા ના ઠાકોરે ખેંગારભાને બથ્થમા લઈ લીધા અને શરપાવ આપ્યો
ઠાકોરે કહ્યુ જ્યાં સુધી ખેંગારભા જેવા રાજપુતો નુ પડખુ છે ત્યાં સુધી ધાંગધ્રા રાજ ને કે ઠાકોર ને ઉની આંચ નહી આવે.
તે દી કવિઓ બિરદાવળી ગાતા..તા..
ધરા શિશ છો ધરે ,મરે પણ ખેદ ન મુકે
ભાગે સૌની લરે ,શુર વ્રત કદી ન ચુકે
નિરાધાર કો દેખ દિયે આધાર આપબલ
અડગ વચન ઉર્ચાર સ્નેહમે કરે નહી છલ
પરત્રિયા સંગ ભેટે નહી ધરત ધ્યાન અબધુત કો
કવિ સમજ ભેદ પિંગલ કહે ,યહી ધર્મ રજપુત કો
આજ ખેંગારભા સિંધવે ખોલડીયાદ ગામમાં સ્વામીનારાયણ ભગવાનનો શાકોત્સવ કર્યો હતો.
તેમના વંશજો આજે પણ હળવદ ગામે છે.
જય રાજભવાની🚩

Comments

  1. સચાણા રાજરાણા ઝાલા
    શખેરાજજી નો ઈતિહાસ મુકવા વિનંતી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

History Of Nadoda Rajput Community

Danvir Dansangbha Rathvi

Nadoda Rajputani Malliba Jadav (Dedadra)