મોર માટે માથા આપ્યા..


" આપણા પૂવૅજો ની કુરબાની ને ભુલવી અે આપણી કાયરતા છે "
ઘણીવાર મનમા વિચાર આવે ને પાપણો પણ ભીંજાય કે આપણા પુવૅજો એ આપણાભલા માટે આપણી સુરક્ષા માટે પોતાના દેહો ના બલિદાન દઇ દઇ ને આવનારી પેઢી ને માટે પોતાના બાળબચ્ચા નો ખેતરવાડીયુ નો કે ગામ ગરાસ નો જરાપણ વિચાર કયૉ વિના દુઃશમનનો પડકાર સાંભળી ને હાથ આવ્યુ હથિયાર લઈ ને એકલા તો એકલા કોઈ ની રાહ જોયા વિના રણ ના મેદાન મા પોતાની શુરવિરતા નો પરચો બતાવી ને દુઃશમનો નો દાટ વાળી ને પછી પોતે પણ રણમેદાન ની સુવાળી ગૌદ મા મીઠી મીઠી નિંદરા મા પોઢી જનાર ની યાદમા એ વખત ના આપણા માયાળુ પુવૅજો અે પાણા ની ખાંભી ઓ ખોડી ને આપણા પુંજવા ના ઠેકાણા તૈયાર કરીને આપણા માટે મુકતા ગયા છે પણ આજે આપણા આટલા બધા ભણીગણી ને હોશીયાર થઈ ગયા છીયે કે ઈ ખાંભીયુ સામે જોતા પણ નથી વાહ રે આપણી હોશીયારી...???




તમે આડી નજરે તો જો જો ઘણા બધા ગામના પાળીયા ની કેવી દશા છે કે
કોઈ ઉભા છે તો કોઈ પડવુ પડવુ થયા છે કોઈ પડી ગયા છે તો કોઈ પડી ને ધરતી ની ધુળ મા દટાઈ ને આલોપ થયા છે...! પાળીયા નો ડાયરો વિખાય જાય એ આપણા આવનાર ભવિષ્ય માટે નબળા મા નબળી નિશાની છે આપણી નબળા માનબળી કાયરતા ની નિશાની છે. અરે ભાઈ વિચાર તો કરો આપણે જેના સંતાનો જીવતા છીયે ને માવતર ની આવી દશા સરમ આવવી જોઈએ આપણી જાત પર, પણ મિત્રો ને વધારે તો નહી પણ એટલુ તો કહી શકુ કે તમારા ગામના પાદર ના પાળિયા ની જો આવી દશા હોય તો કુપા કરીને ઉભા કરી ને સિંધુર ચોક્કસ ચડાવજો તો આપણા પુવૅજો ના પાળિયાઓ રાજી થશે ને આશીવૉદ ના મેં વરસાવશે,,
મિત્રો આવુ ઊંજળુ કામ કરનાર વિરો ના પાળિયા ને પુંજવાના પવૅ ને નામ પણ એવુ આપ્યુ છે કાળી ચૌદસ શુ કામ..? પણ આપડે બધાયને તો "ઊંજળી ચૌદસ" કહેવાય ને ..?
અને અંતે એટલુ જ કહીશ કે આવે ઇ ઊંજળી ચૌદસ ના દિવસે પોતાના દાદા ને સિંધુર ,સાફા ની ચોક્કસ ચડાવજો મિત્રો...
" ધરમ ના ધિંગાણે જે મરાણા(એના) ખાંભી ખોડાણી(એમણા),
દેહ પર તેલ સિંધુર તણા(હજી) રગડા ચડે છે રામડા..."
"જય માતાજી"
"જય ભવાની "
"જય હો વિરાસત"

Comments

Popular posts from this blog

History Of Nadoda Rajput Community

Danvir Dansangbha Rathvi

Nadoda Rajputani Malliba Jadav (Dedadra)