History Of Nadoda Rajput Community
નરવૈયા (નાડોદા) રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ:-- ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તે બાબતે થોડું સંશોધન કરીએ ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે. રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર ખમીરવંતા અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આ રાજપૂતો વઢિયાર તથા ખારાપટ પંથકના દરેક ગામોમા પોલીસ પટેલ તરીકે નરવૈયા રાજપૂતો હતા .આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે. વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયા...


Comments
Post a Comment