Shankarsinh Sindhav-Rani Padmavati

તમને જરૂર છે ટેકાની ભાઈ મારા
અમને જરૂર છે કેશની
હાલો પથારી ફેરવીએ દેશની....
ઘણા સમયથી આ વિષય પર નહોતું લખવું છતાય આજે બોલવું પડ્યું,લખવું પડ્યું.
માં પદ્માવતીજી
એક સમય હતો,આજે છે અને અનંત સુધી રહેવાનો કે ક્ષત્રિયણીઓની પગની પાની ભલા માણહ..તમે તેના મૃત્યુ સુધી નાં જોઈ શકો.આ કોઈ ઠોકી બેસારેલી પરંપરા નથી પણ રાજ્પુતાણીએ ધાવણ સાથે આપેલા સંસ્કાર છે.અને રહેવાના.કોઈ ભડવું માનસ કે વિકૃત માનસ સાલું રૂપિયાની લાલચમાં એક માનું અપમાન કરે ઈ નિચતાની હદ કેવાય ...પદ્માવતીજી તો અમારી માં હતા અમારા રાજપૂતોની પ્રેરણામૂર્તિ છે.પણ સવાલ તેમના અપમાનનો નહીં એક માં નાં અપમાનનો છે.અને સાહેબ મા નો કોઈ ધર્મ નાં હોય તેની કોઈ જાતિ નાં હોય. વિશ્વની દરેક ભાષામાં માં નો અર્થ માં જ થાય.હજુ કેટલાય ભણસાલીને સમર્થન કરી રહયા છે.સાલું તેમાં કેટલી ક તો સ્ત્રીઓ પણ છે.આપણું મસ્તક શરમથી ઝૂકી જાય છે.સરકાર હજુ વિચારણા કરેછે.આપણે હજુ સરઘસો કાઢીએ છીએ.લડવા વાળા લડી રહયા છે.કોઈ કોઈ તેમના વ્યક્તિગત સ્વાર્થમાં રત છે.મહારાણી પદ્માવતીજી નું અપમાન એ રાજપૂતોની માતા નું નહીં પણ આખાય હિન્દુસ્તાનની માતા નું અપમાન છે.
જય હિન્દ

Comments

Popular posts from this blog

History Of Nadoda Rajput Community

Danvir Dansangbha Rathvi

Nadoda Rajputani Malliba Jadav (Dedadra)