સિંધવ સુરપુરા વાઘજીદાદા નો ઇતિહાસ


🌞નાડોદા રાજપુત🌞
સુર પરમાર પરિવારના શુરાપુરા દાદા
વઢિયારની ધરતી ઈતો સંત અને શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘ્રી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી છે.
ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયા તે સમયની આ વાત છે .આજ થી 473 વષૅ પહેલા (ઈ.સ 1543-1544) વાત છે. જે સુર તથા પરમાર પરિવાર ના સુરાપુરા વાઘજીદાદા ની વાત છે. આ સુર શાખ સુરસંગજી ઉપરથી ઉતરી આવી છે.
ઊજળો અેવો વઢિયાર પથક છે. જયા વિરો,દાતાર,ભકતો અને શુરાઓની ભુમી છે.અેવા વઢિયાર પંથક માં દેવજીભા તે દાતાર અને શુરવિર હતા. તેમણા લગન(લગ્ન) એક વિર રાજપુતાની સોનલબા ની સાથે થયા હતા. સમય જાતા કયા વાર લાગે છે. સોનલબા ને કુંફે અેક વિર નો જન્મ થયો. તેમનું નામ વાઘજીભા રાખવામા આ વ્યુ.
વઢિયાર ની ધરતીપર દેવજીભા અે હવન મા 150 મણ ઘી હોમું તુ એવુ બારોટ ના ચોપડે બોલે છે.વાધજીદાદા ની જાન માં 150 તો ઘોડેસવાર હતા. અને સમય જાતા તે વઢિયાર પંથક માંથી સોરાષ્ટ તરફ આવીને તે લાલીયાદ આવીને તેમણે ગામમાં તળાવ ની બધાવ્યા. અને સમય જાતા અેક દિવસ ગામ માં દિકરી નો પ્રસગ છે. જાન ને લુંટાળા લુટે છે


" વાર કરજો ધણી કોઈ હોય તો ધણી અેવો
પ્રજાના સુરનો થાજો ભેટો પછી,
કાળજા વેરતો સાદ જયા સાંભળે પછી કેમ,
બેહી રહે ઈ આ સોનલબા નો લાડકવાયો બેટો વિર વાધજીદાદા! "
રણે ચડયા ને તમે કોઈ રોકો નહીં
મર્દ ને આ સમેં બીજો કોઈ મોકો નહીં
હોય ઝોખો ભલે આભના જેવડો
પણ કેશરી સિંહને મન કેવડો
બચાવા નો અવાજ આવતા દાદા એ તલવાર લઈ નીકળે છે.અેવા મા દાદા ની દીકરી પાણી નો લોટો લઈને ઊભાતા દાદા ને પાણી નું કે દાદા પાણી પીવા રોકાતા નથી ને જાન લુંટે તે બાજુ ઘોડે સવારી કરીને તે લુટારા દાદા ને ચારેય બાજુ ઘેરી લીધા ને દાદા ની તલવાર હાલતા લુંટારા ના મસ્તક ને ધડ થી અલગ કરી અેક,બે,ત્રણ તેમ કરતા કરતા સતર ના ધડથી મસ્તક અલગ કરે છે. અમુક લુટાળા ભાગી જાય છે, એક કાયર લુંટારા એ પાછળ થી ઘા કયૉ. પોતાનો જીવ બચાવવા લુંટારા ભાગી છુંટયા.

આમ વાઘજીદાદા લાલીયાદ ના પાદર માં જાનને લુંટાતી બચાવીને અમર પામ્યા છે. અને લાલીયાદ માં વાઘજીદાદા ની ખાંભી વિરગાથા ગાતી ઊભી છે.
વષૉ ના વષૉ જાતા વાઘજીદાદા સતા થઈ ને લાલીયાદ થી ( 19/2/2013) ના રોજ વાજતે ગાજતે વિહોતમાં ની વાડીએ વાણિંયા ટીંબા અે દાદાની ખાંભી છે.
સુર તથા પરમાર પરીવાર ના પરાક્રમી પૂવૅજો અેવા વાઘજીદાદા ના વંશજો તેમની પુજા,નીવદ ની કરે છે. અને અઢારે આલમ ના લોકો દાદા ની પુનમ ભરે છે. અને માનતા રાખે છે.અને દુઃખ દુર કરે છે.અને અનેક પરચા આજે પુરા છે.
( સુર પરમાર પરીવાર ના ઊજળા કુંળ ના વાઘજીદાદા ની વાત ટુકમાં કિધી છે. ઈતિહાસ તો ઘણો મોટો છે.આ કુંળ નો બારોટ ના ચોપડે છે.)
ધરા અમારી ધીંગી ખરી જ્યા સતી શુરા પાકતા
હજુય વીર પાકે છે અમ ભોમમા જે માથા દેતા નથી થાકતા
જનની જણે છે વીર નરને સવાશેર શુઠ ફાકતા
કુખ ઊજાળતા જનીની માતની પાછી પીઠ ન આપતા
કંઇક હરખાઇ મનમા ને મનમા મોત એનુ ઊજળુ ભાળતા
માત જનની બોલી ઊઠી ધન્ય છે જીવન મારૂ જન્મ તને આપતા
આપણી આવી વઢિયાર ની શૌર્યગાથા ઓ સાંભળીને છાતી ગજ ગજ ફુલે છે ધન્ય છે આવા ભડવીરો ને કે જેના પ્રતાપે આજે પણ તેમની કિર્તી ના ધજાપતાકા ની જેમ લહેરાઈ રહી છે અને એક ઉજળા ઈતિહાસ ની સાંખ પુરે છે
🙏જય હો વાઘજીદાદા🙏
ભુજ બળને ભાગ્ય ગણીને યત્નો કરતા અપરંપાર
સ્વદેશ કાજે સ્હેતા શરીરે તાતી તલવારની ધાર
જગ સેવામા દેતા જાન એજ વીરોના વીર સંતાન
રંગ છે શુરાતારા શુરાતન ને
🙏જય હો વિડવાળા જેસિંગદાદા 🙏
દાદાની જગ્યા.ટુવા વાણિયાટીંબે તા.વઢવાણ.જી.સું.નગર
આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવંત્તા ઈતિહાસના હું તમે અને દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે.!!

Comments

Popular posts from this blog

History Of Nadoda Rajput Community

Danvir Dansangbha Rathvi

Nadoda Rajputani Malliba Jadav (Dedadra)