વીર રજાધરજી -નાડોદા રાજપૂત
વઢિયારની ધરતી ઈતો સંત અને શુરાની ધરતી છે. સમર્પણ અને ત્યાગ ની કથાઓ પછી શુરવીર હોય તોય ભલે, સંતી હોય તોય ભલે અને સંત હોય તોય ભલે...અનેક પ્રસંગો પોતાના ખોળામા સંઘરી ને બેઠેલી ઈ વઢિયારની ધરતી .આવાજ એક શુરવીરની ઘટના જે રક્તથી સિંચાયેલી છે. ક્યારેક અબળાની લાજ લૂંટાતી બચાવવા, ક્યારેક ગામનું ગૌધન બચાવવા તો ક્યારેક સનાતન ધર્મ માટે અનેક શુરવીરો દુશ્મનો સામે લડ્યાં છે. આમાંથી અમુક લડાઈ પછી જીવતાં રહ્યાં, ઘણા બધા શહીદ થયાં અને મસ્તક કપાયાં પછી પણ ધડ લાડ્યાં હોય એવાં પણ અનેક યુદ્ધ થયેલાં છે.
આવાં જ એક શુરવીર વાત કરીયે મિત્રો.પાટણ જીલ્લા ના સમી તાલુકામા વાવલ ગામ ડાભી શાખના ક્ષત્રિય નાડોદા રાજપુત વીર રાજાધરજીભા
કર્ણપટે દુઃખ સૂણી પારકા નુ
શૌર્ય તણા સૂર ભરી કાળજે
કાચા કુંવારા સપના ઉરે સમાવી
નીકળ્યા એ નર દુઃખ નાથવા
લીલા કુંજાર શિર વધેરાયાને
લોહી નીંગળતી તલવારો થી
કેસરીયાં રંગે ડીલ રંગાયા...
આ પાળીયા શીદ ભોંએપૂરાયા?.
શૌર્ય તણા સૂર ભરી કાળજે
કાચા કુંવારા સપના ઉરે સમાવી
નીકળ્યા એ નર દુઃખ નાથવા
લીલા કુંજાર શિર વધેરાયાને
લોહી નીંગળતી તલવારો થી
કેસરીયાં રંગે ડીલ રંગાયા...
આ પાળીયા શીદ ભોંએપૂરાયા?.
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
ઓઢાગર જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
સંસ્કૃતી ની જ્યારે વાત કરવાની હોય.કે દાતાર ભક્તો.કે શુરવીરો ની વાત કરવાની હોય ત્યારે સૌપ્રથમ એની જનૈતા ને યાદ કરવી પડે .શુ ઈ અદભુત તાકાત હતી મિત્રૌ ઈ જનેતાની .જેમને આ ભારતવર્ષને એવા ઊતમ સંતાનો આપ્યા
વઢિયારની ધરા પર વનવગડે હાલી જાતી જાન અને ઈ વેલડા મા બેઢેલા નવોઢા પગથી માથા સુધી શણગાર સજીને બેઠેલા અને ત્યારે લુંટારાઓની નજર ગઈ અંગ પરથી ઘરેણા લેવા અધીરા થયેલા ત્યારે આવે ટાણે વાવલ ગામના રાજપૂત રાજાધરજીભા વાવલ ગામેથી વરાણા પુગવા પંથ કાપી રહયો છે.એમના ઘોડા ભેળા ગામના બેત્રણ માણસો છે. વાતુના ફંગોળીયા કરતાં સૌ મારગને ટુંકો કરી રહયા છે. ગામના માણસોને ધરજીભા નો સથવારો, એટલે હૈયે જરાય ફડક નથી. રાજાધરજીભા એટલે મરદનો કટકો ને બે ફાડીયા. જેની રગેરગમાં રજપૂતાઈનો રંગ ઘુટાઈ રહયો છે. આંખ્યુમાં ક્ષાત્રતેજના અહોનીશ આટા પાટા પડી રહયા છે. પંડય મથે જુવાની બાપનું લેખાતું હતું. એવા ધરજીભાના પરાક્રમો પંથકમાં પંકાઈ ગયેલા.
આવા રાજપૂતના ખંભે શુધ્ધ ચાંદીની પાવલી જડાવ હંબેલે શિરોહી તલવાર લટકતી રહી છે. સાફામાંથી ડોકાતા ઓડિયા ઓતર-દખણના પવામાં ફરૃકી રહયા છે. લોખંડી પગ પંથ કાપી રહયા છે. વાવલ અને વરાણાના સીમાડા જ્યાં સામસામા ભેરૃબંધને ભેરૃ ભેટે એમ ભેટીને પડયા છે આવા સીમાડે ધરજીભાયે અને વટેમાર્ગુએ પગ દીધા ત્યાં કાને ચીસ સંભળાણી.
કોઈ બચાવો કોઈ બચાવો
રાજપૂતના કાન ચમક્યાં.ત્યાતો રાજપુતની પ્રકૂંટી ખેચાણી પ્રકુંટીનો મરોડ બદલાણો . પગ થંભ્યાને પડકારો કર્યો ધરજીભાએ.
એલા કોણ છે?
બુલંદ ગળામાંથી નીકળેલા પડકારે જાણે ગેબના ગુંબજો ગર્જયાં. ધરજીભા સાથેના વટેમાર્ગુઓએ મુઠીઓ વાળીને વૈતુ મુક્યું. ગામ ભણીને ધરજીભાને તો પગ થી માથા સુધી વ્રેમડ ઝાળલાગી.ત્યાં તો સમં સમં..સમં,.સમં કરતા બૌતેર કરોડ રુવાડા બેઠા થઇ ગ્યા રાજપુતના . ગયા આંખ્યું તો જાણે ધગેલ ત્રાંબા જેવી લાલલલ,,,ઘૂમ થઇ ગઈ ડાબી જમણી ભુજાયું ફરક ફરક ફરકવા લાગી અંગે અંગ માંથી જાણે ઝરળ ઝરળ ઝરળ જવાળા ભભૂકવા માંડી.
થડક…ઉથડક…થડક…ઉથડક… ડાકલાંના પડની જેમ શુરવીરની છાતી ઊછળવા માંડી. અંગને માંથેથી છપ્પન કરોડ રૂવાડાં ચડ…ચડ…બેઠા થઈ ગયા‚ કેરીની ફાડ્ય જેવી આંખ્યું લાલબંબોળ થઈ ગઈ‚ પાડાની જીભ જેવી કટારી અને લીલા ચાહટિયામાં મૂકી હોય તો પંખીડાં પાણીનો રેલો સમજી ચાંચ બોળે એવી ઝગારા મારતી તરવાર્ય લઈને ઘોડીને માથે રાજાધરભા હાલ્યા ઈ દીશામા થી જ્યાથી અવાજ આવ્યો ત
ધરજીભાયે દોટ દીધીને ડણક દીધી-
એલા મુકી દયો બાઈને.. વેણ સાથે તલવાર તાણી.
અષાઢીની બે વાદળીના હૈયા ચીરીને વીજળી ચમકારો કરે એમ રાજાધરજીભાની તલવારે ઝબકારો કર્યો.
ભાગેલા ડાકુઓએ સામી ડણક દીધી.
છોકરા ભાંગવા માંડય, નકર તળ રે-શ
ભાગું તો ભોમકા લાજે..
તો થા ભાઈડો.
ડાકુઓએ પડકારો કર્યો, ધરછીભાએ તલવાર તોળી, બાઈને પકડીને ઉભેલા જણ ઉપર એવો તે બળુકો ઘા કર્યો કે માથુ ધડથી હેઠું ઉતરી ગયું.
ધરજીભાયે વેણ કાઢયા.
બેન ઘર ભેળી થા, હવે હું છું ને હરામખોરો છે.
શિકારીના તીરથી બચવા હરણી છુટે એમ બાઈ છુટી, ધરજીભા અને ડાકુઓ વચ્ચે તલવારની મંડી ઝાકઝીક બોલવા. ધરજીભાના રૃવે રૃવે રાજપૂતાઈનો રંગ ત્રબકવા માંડયો. અબળાની આબરૃ ઉગારવાને રાજપૂતની રખાવટને રાખવા ધીંગાણે પડયો. એકસામટા સાત સાત ઘા ઝીલતો જાય છેને સામા ઝીંકતો જાય છે. સાતને વેતરીને ધરજીભા પડયા,ધીંગાણામા કામ આવ્યા.તેદી કવીયો બીરદાવલી ગાતા .આ ધરામા એવા નરપટાધર નીપજ્યા જેની હાકલે ન્રુપતિ હલબલતા. કંપતા નર કંઇક કેશરીયાળ .

વાર કરજો કોઈ હોતો ધણી પ્રજા ના સુરનો
થાય ભેટો પછી કાળજા વેરતો
સાદ જ્યા સાભળે કેમ બેસી રહે ક્ષત્રીબેટો
થાય ભેટો પછી કાળજા વેરતો
સાદ જ્યા સાભળે કેમ બેસી રહે ક્ષત્રીબેટો
રણે ચડયા ને તમે કોઈ રોકો નહીં
મર્દ ને આ સમેં બીજો કોઈ મોકો નહીં
હોય ઝોખો ભલે આભના જેવડો
પણ કેશરી સિંહને મન કેવડો.
મર્દ ને આ સમેં બીજો કોઈ મોકો નહીં
હોય ઝોખો ભલે આભના જેવડો
પણ કેશરી સિંહને મન કેવડો.
આવા અડાભીડ શૌર્યતેજ નરવૈયા રાજપૂત ડાભી શાખના વીરાભાના કૂંળના દિપક વીર રાજાધરભા આવા વીરના પાળિયા ને સિંદુર ચડાવી તેમના શૌર્ય ને અંજલિ આપીયે
નોંધ- આ રાજપૂતાઈની રખાવટને અણનમ રાખનાર વીરનો પાળીયો પૂજાય છે. તે વાવલ ગામથી એક કિલોમીટર દુર સરસ્વતી નદી કીનારે અડીખમ ઉભો છે.દાદા ના પાળિયાની દેરી અને છત્રી ટુંકજ સમય મા કામ ચાલુ થવાનુ છે.
🙏🏻
🚩
વઢિયાર દેશ રળીયામણો
ત્યાં અણનમ પાળીયા આજ
જ્યાં વીરો એ માથાં આપીયા
ઈતો પરહિત ને કાજ
ત્યાં અણનમ પાળીયા આજ
જ્યાં વીરો એ માથાં આપીયા
ઈતો પરહિત ને કાજ
ભુજ બળને ભાગ્ય ગણીને યત્નો કરતા અપરંપાર
સ્વદેશ કાજે સ્હેતા શરીરે તાતી તલવારની ધાર
જગ સેવામા દેતા જાન એજ વીરોના વીર સંતાન
સ્વદેશ કાજે સ્હેતા શરીરે તાતી તલવારની ધાર
જગ સેવામા દેતા જાન એજ વીરોના વીર સંતાન
રંગ છે શુરાતારા શુરાતન ને......
🚩
આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે
🙏🏻
🚩
શું આ લીલા માથાના બલીદાન આપણે ભૂલી જાશું શું ઈ એળે જશે?.સવાલ સમાજને અને મારી જાતને હું પૂછું છુ ?
જય ભવાની
🚩
જય હો વિરાસત
🚩
જય હો વિરાસત
ટાઈપ-પ્રતાપસિંહ ભાલૈયા (બાબરી)
(9662244468)
માહિતી-વશરામભા ડાભી (વાવલ)
મહેશસિંહ ડાભી (વાવલ)
આભાર આપ સર્વનો(9662244468)
માહિતી-વશરામભા ડાભી (વાવલ)
મહેશસિંહ ડાભી (વાવલ)

Jay bhavani🙏🙏
ReplyDeleteJay Bhavani Jay Rajputana
ReplyDeleteJay nadoda rajput 🙏
ReplyDeleteJay karadiya rajput🙏
Jay mataji