યુદ્ધમાં જતો ક્ષત્રિય

તૈયાર કરી સ્વામીને રણ જવા સશાસ્ત્ર પુરાં સજી
લીધો વેષ વીશેષ વીર નરનો ઉત્સાહ જાજો ભજી
રામા એહ નિહાળીને અતિશયે હર્ષે ભરાઈ ઊરે
વેલી જેમ રહી લટકતી આંસુ કંઈ ત્યાં ખરે
પામી સ્વામી સમા તમો રણવિશે પેખુ જતાં ઘુમવા
ક્ષત્રાણી દિલમા કરે નહીં બીજી. ઇચ્છા કદી ચુમવા
વ્હાલી હુ નીજ આજ ફર્જ કરવા .પુરી જઉ જંગમા
તૂ તારી ફર્જને સરવદા રહેનાર ઉમંગ મા
જે રામા અહીં રજપુત કુળમાં. જન્મી ખરી ફર્જને
પુરી છેજ પીછાણનાર નીજની .ના નાથ શુ તે તર્જને
કર્ણ ત્યાં અથડાઈ નાદ અતિશે વાદ્યો રણે વાગતા
ઉજાણી સમ પર્વ એ શુરવીરો હર્ષ ભરાતા હતા
વ્હાલિ ભેટજ છેલ્લીઆ જઉં હવે .છોડી તને સુંદરી
ભુલેના નીજ ફર્જતું પ્રીયતમા.શિક્ષા દઉં શુ ખરી

Comments

Popular posts from this blog

History Of Nadoda Rajput Community

Danvir Dansangbha Rathvi

Nadoda Rajputani Malliba Jadav (Dedadra)